• Narrow screen resolution
  • Wide screen resolution
  • Auto width resolution
  • Increase font size
  • Decrease font size
  • Default font size
  • default color
  • red color
  • green color

www.deshgujarat.com/news

Wednesday
Jan 07th
તેંડુલકરે ચેન્નાઈમાં ટીમની સાથે ૩૫મો જન્મદિવસ ઉજવ્યો पी.डी.एफ़ छापें ई-मेल
રમત જગત
द्वारा/by : Neel   
Friday, 25 April 2008

tendulkar.jpg ભારતીય ક્રિકેટ ટીમનો માસ્ટર-બ્લાસ્ટર બેટ્સમેન સચિન તેંડુલકર આજે ૩૫ વર્ષનો થયો હતો. વિશ્વભરના ક્રિકેટપ્રેમીઓ અને તેના ચાહકોએ તમામને અભિનંદન પાઠવ્યા હતા. તેણે ચેન્નાઈની એક હોટેલમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમના સાથી ખેલાડીઓની હાજરીમાં કેક કાપીને પોતાની ૩૫મી વર્ષગાંઠ ઉજવી હતી.

જોકે, ૩૪મા કે ૩૫મા વર્ષની વચ્ચેનું એક વર્ષ તેમના માટે મિશ્ર રહ્યું હતું. હવે ક્રિકેટ વિવેચકો અને વર્તુળો નજીકના ભવિષ્યમાં તેમની નિવૃત્તિની આગાહી કરી રહ્યા છે. અગાઉના વર્ષે વર્લ્ડકપમાં ભારતીય ટીમની વહેલી વિદાય બાદ તેના સહિત તમામ ક્રિકેટરોની આકરી ટીકા થઈ હતી. એ પછી તેણે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં સારું પ્રદર્શન કરીને તમામને બોલતી બંધ કરી દીધી હતી.

ટેસ્ટમાં ૩૯ અને વન-ડેમાં ૪૨ સદીઓ ફટકારનાર સચિન તેંડુલકર હવે જે પણ ઇનિંગ રમે છે અને રન કરે છે તેનો સમાવેશ રેકોર્ડમાં થાય છે. તેંડુલકરે સમચોરસ આકારનો કેક કે જેના પર મુંબઈ ઇન્ડિયન્સનો લોગો છાપેલો હતો તેને કાપતાં જ તેની ટીમના સાથી ખેલાડીઓએ તેને વધાવી લીધા હતા. આ પ્રસંગે કોમેન્ટેટર હર્ષા ભોગેલેએ 'તેંડુલકર' શીર્ષક ધરાવતું એક પુસ્તકનું પણ વિમોચન કર્યું હતું. આજે બે સાથી ખેલાડીઓ લ્યુક રોંચી અને વિક્રાંત પેલિગરીનો પણ જન્મ દિવસ હતો. તેઓ પણ આ સમારોહમાં તેંડુલકર સાથે જોડાયા હતા. રોંચી ૨૭ અને પેલિગરી ૨૩ વર્ષનો થયા હતા.

આ પ્રસંગે તેંડુલકરે પોતાના કુટુંબ સાથે નહિ હોવા બદલ થોડોક નિસાસો નાખ્યો હતો. મારી ઇચ્છા હોય છે કે હું મારો જન્મદિવસ મારી પત્ની અને બાળકો સાથે ઊજવું પરંતુ તેવું શક્ય ન બન્યું. હવે તેઓ મને આવતી કાલે મોહાલીમાં મળશે. આજે તેને સૌથી સારી ભેટ શું મળી ? તેવા સવાલના જવાબમાં તેમણે ઉમેર્યું હતું કે, મારા ચાહકો અને સાથી ખેલાડીઓની શુભેચ્છાઓ જ મારા માટે સૌથી મોંઘી ભેટ છે. મને આશા છે કે હું આ વર્ષે સારું પ્રદર્શન કરીશ.

Comments (0)add comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

busy
आखरी बार संपादन किया गया ( Friday, 25 April 2008 )
 
< पिछला   अगला >
  • Adverstiment
 

Login Form






શુ તમે તમારો પાસવર્ડ્ ભુલી ગયા છો?
શુ તમે હજુ ખાતુ નથી ખોલાવ્યુ? ખાતુ ખોલો