Hindu Gujarat that is, Christian Gujarat that it is becoming..

ખ્રિસ્તિ ધર્માંતરણ સામે મોદી સરકાર પ્રોએક્ટીવ પગલા લે

09-01-2008


ગુજરાતમાં ચાલી રહેલા ધૂમ ખ્રિસ્તિકરણના કેટલાક વિડિયો નમૂના
તમામ વિડિયો ગુજરાતના છે

This is an article by JP(deshgujarat.com/abg) on Christian conversion in Gujarat

ગુજરાતમાં આદિવાસીઓની વસ્તીવાળી પૂર્વ પટ્ટીમાં લાખોની સંખ્યામાં ખ્રિસ્તિ ધર્માંતરણ ચાલી રહ્યું છે. ધર્માંતરણ કઈ રીતે કરવામાં આવે છે એની કથા લાંબી છે. આપને આ વિડિયોમાં એ લાંબી કથાની થોડી ઝલક દેખાશે. જ્યારે કોઈ હિંદુ સંત ચમત્કારથી સારવારની વાત કરે છે ત્યારે તેને અંધશ્રદ્ધા નિવારણ કરતી સંસ્થાઓ આવીને બેનકાબ કરે છે અને પોલીસ પણ પકડીને લઈ જાય છે. પત્રકારોને પણ લખવાની મજા પડે છે. પણ આ જ બાબત ખ્રિસ્તિ ધર્મના આ પ્રચારકોને લાગુ નથી પડતી કે જેઓ આદિવાસી વિસ્તારમાં હજારોને એમ કહીને ભેગા કરે છે કે તેમના દુ:ખ દર્દ ઈસુનો આત્મા આવીને દૂર કરશે. આ લોકોને કોઈ પોલીસ પકડતી નથી, કોઈ અંધશ્રદ્ધા નિર્મૂલનવાળા આ લોકો સામે વિરોધ કરતા નથી કે કોઈ પત્રકાર આ લોકો વિરૂદ્ધ કશું લખતા નથી કારણકે આ લોકો બધુ ધર્મના ઓઠા હેઠળ કરે છે અને એ ઓઠાવાળો ધર્મ હિંદુ નહી પણ ખ્રિસ્તી છે. ઓઠુ ખ્રિસ્તી ધર્મનું છે એટલે પ્રશાસનથી માંડીને બધા ચૂપ કારણકે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે એટલે હિંદુ સિવાયનુ કોઈ ધર્મના નામે કશું પણ કરતુ હોય તો પગલા લેવામાં ખચકાટ રહે છે કે ક્યાંક આ કામ બિનસાંપ્રદાયિકતા વિરૂદ્ધનું તો સાબિત નહી થાય ને? આ ખચકાટ એ વાસ્તવમાં બાયલાપણુ છે. શું ગુજરાત બાયલાપણાના માર્ગે છે?

આવા ચમત્કારથી રોગ સારવાર કરવાના અને તે બહાને ધર્મ પરિવર્તનની મોટી સભાઓ કરનારાની સામે કોઈ કેસ કેમ નથી નોંધતુ? આવી ધતિંગવાળી સભાઓને સ્થાનિક સરકારી પ્રશાસન પરવાનગી કઈ રીતે આપે છે? રેશનાલીસ્ટો આવા સમયે ક્યાં ગુમ થઈ જાય છે? બૌદ્દિકો કયા દરમાં ભરાઈ જાય છે? હિંદુ સાધુ કરે એ પાખંડ, તો આ ખ્રિસ્તિઓ આ વિડિયોમાં ગુજરાતના ભોળા આદિવાસીઓ સાથે કરી રહ્યા છે એ શું છે? મંચ પરથી કહેવામાં આવી રહ્યું છે કે પવિત્ર આત્મા ઉતરશે અને બધા સાજા થઈ જશે! બધુ ઠીક થઈ જશે! પહેલા વિડિયોમાં ખ્રિસ્તિ પ્રચારક કહે છે કે ગુજરાતના હિંદુઓ નાગ અને વાંદરાની પૂજા કરે છે કારણકે આ લોકો સુધી હજુ ગોસ્પેલ પહોંચ્યો નથી!

ધર્મપરિવર્તન માટે થતી ચમત્કારથી સારવાર કરવાનો દાવો કરતી આવી સભાઓની પરવાનગી જિલ્લા તંત્રોએ બિલકુલ આપવી ન જોઈએ. ગુજરાત સરકારે કેટલાક વર્ષો પહેલા ખ્રિસ્તિ ધર્મ પરિવર્તન કરતા નિશ્ચિત ફાધરોને રાજ્યની હદ છોડી ચાલ્યા જવાના હુકમ કર્યા હતા. આવા વધુ હુકમ થવા જોઈએ. રાજ્ય સરકાર પાસે સેંકડો કાયદા છે. તંત્ર છે, સત્તા છે, લોકોએ ખોબેને ખોબે મત આપીને આપેલી વિધાનસભાની સીટો છે. આ પછી પણ રાજ્ય સરકાર ખ્રિસ્તિ ધર્માંતરણના મામલે પ્રોએક્ટીવ દેખાતી નથી. કેરળમાં ગોવામાં ચર્ચ નક્કી કરે છે કે કોને મત આપવો અને કઈ સરકાર લાવવી. નોર્થ ઈસ્ટના રાજ્યોમાં પણ પરિસ્થિતિ જુદી નથી. ગુજરાતમાં વ્યારાની સીટ પર ચર્ચનો પાવર આવી ગયો છે અને કોંગ્રેસના ખ્રિસ્તિ ધારાસભ્ય ચૂંટાય છે. ભાજપ પોતાની દુકાન ચલાવવાના બહાને પણ ચેતે, અતિઉત્સાહી પાદરીઓને ગુજરાતમાંથી બહાર મોકલે, ઢોંગની સભાઓ થવા ન દે, ચમત્કારથી ઈલાજ કરવાની જાહેરાતો કરનારાઓની ધરપકડ કરે.

🗃️ This story is from our archives and may contain outdated information.