• Narrow screen resolution
  • Wide screen resolution
  • Auto width resolution
  • Increase font size
  • Decrease font size
  • Default font size
  • default color
  • red color
  • green color

www.deshgujarat.com/news

Wednesday
Jan 07th
તારાની રંગબેરંગી દુનિયા पी.डी.एफ़ छापें ई-मेल
બાળકો ની દુનિયા
द्वारा/by : Neel   
Thursday, 24 April 2008

tara.jpgભગવાને દુનિયા રંગબેરંગી (colourful) બનાવી છે અને આપણને પણ રંગો તો ગમે જ છે ને! આખા બ્રહ્માંડમાં રંગોનો મહાસાગર ફેલાયેલો છે. વિજ્ઞાાનની પાંખ ઉપર  સવાર થઇ, ટેલિસ્કોપની આંખોથી જોઇએ  ત્યારે આખું બ્રહ્માંડ રંગોથી હોળી - ધુળેટી  રમતું  હોય તેવું લાગે છે.

તારાઓ પણ એમાંથી થોડા બાકાત રહે? તારાઓ પણ રંગબેરંગી છે .આમ તો આપણને નરી આંખે તારા સફેદ રંગના જણાય છે ખરુંને? પણ જો ધ્યાનથી જોશો અને સગવડ હોય તો દૂરબીન કે ટેલિસ્કોપથી જોશો તો તમને તારાઓના રંગ નજરે પડશે અને વિજ્ઞાાન પાસે તો કેવડા મોટા ટેલિસ્કોપ છે. ધરતી ઉપરનાં અને ધરતીની ઉપર  આકાશમાં પણ ફરતા ટેલિસ્કોપ વડે વિજ્ઞાાને  આપણને તારાના રંગો બતાવ્યા છે.

તારા લાલ રંગના, નારંગી રંગના, સફેદ રંગના, પીળા રંગના  તો ક્યાંક ભૂરાશ પડતા સફેદ રંગના નજરે પડે છે. આવા અલગ રંગો તારાઓના કદ અને પ્રકાર  સમજવામાં પણ મદદ કરે છે. તારાના રંગો, તારાની સપાટી કેટલી ગરમ હશે અને તે કેટલા કદનો હશે તે આપણને બતાવે છે.  જોકે અંદરની બાજુમાં તારા અત્યંત ગરમ હોય છે પણ સપાટીના તાપમાનમાં તફાવત રંગથી ખબર પડે છે.

લાલ રંગના તારા પ્રમાણમાં સહુથી વધારે ઠંડા (એટલે બરફ જેવા નહીં. તે પણ અત્યંત ગરમ જ છે પરંતુ બીજા તારાના પ્રમાણમાં ઓછા ગરમ હોય છે) નારંગી અને પીળા રંગના તારા લાલ રંગના તારાથી વધુ ગરમ હોય છે. કહો તો પીળા રંગના એક જાણીતા તારાનું નામ ? અરે ભૂલી ગયા ભાઇ? આપણા સૂરજદાદા. જ્યારે સફેદ અને ભૂરાશ પડતા સફેદ રંગના તારા એકદમ (સહુથી વધુ) ગરમ હોય છે. મૃગશીર્ષ નક્ષત્રનો આદ્રા તારો તો યાદ છે ને? તે એક ‘રેડજાયન્ટ’  (લાલ દાનવ) તારો છે. તેના રંગો ખૂબ જ મોહક લાગે છે.

જો કે આવા લાલ રંગના તારાઓ તેના અંત સમયે જોવા મળે છે, અને તે આપણા સૂર્ય કરતાં ૧૦૦ ગણા મોટા હોઇ શકે છે. આપણી ધારણા છે કે લાલ એટલે એકદમ ગરમી. પણ આકાશમાં તો કંઇક અલગ જ જોવા મળે છે. આ લાલ રંગના તારાની સપાટીનું તાપમાન માત્ર ૩૦૦ં સી હોય છે. જોકે ઘણી વાર પેલા લાલ દાનવ જેવા લાલ રંગના પરંતુ કદમાં ખૂબ જ નાના ટચુકડા લાલ તારાઓ (Red dwarf stars) પણ  બે પ્રકારના છે. મોટા તથા એકદમ નાના. જોકે એમની સપાટીનું તાપમાન લાલ રંગના તારાથી પ્રમાણમાં વધુ એટલે કે ૪૦૦૦ં સી હોય છે. (યાદ છે ને કે ૧૦૦ ઉપર પાણી ઉકળીને વરાળમાં ફેરવાય છે?)  જ્યારે આપણા ‘સૂર્ય અને મૃગશિર્ષ  નક્ષત્રની પાસેનાં ‘બ્રહ્મહૃદય’  તારા જેવા પીળા રંગના તારાઓની સપાટીનું તાપમાન ૬૦૦૦ં સી જેટલું જોવા મળે છે. મિથુન રાશિમાં આવેલા ‘‘પ્રકૃતિ’‘ અને તેની નીચે શનિમંડળમાં આવેલા ‘‘પ્રભાસ’’ જેવા સફેદ તારાઓની સપાટી આપણા સૂરજદાદાથી વધુ ગરમ છે. અર્થાત્ ૭૫૦૦ં સી નું તાપમાન ધરાવે છે.

મૃગશીર્ષ નક્ષત્ર પાસેનો વ્યાધનો ચમકતો તારો યાદ છે ને ? તેનું તાપમાન અંદાજે ૧૦,૦૦૦ં સી જેટલું જોવા મળે છે એટલે તે ભૂરાશ પડતા સફેદ રંગના દેખાય છે. જ્યારે ‘બાણરજ’ (મૃગશીર્ષ નક્ષત્રનો તારો)  અને  ‘Spica’  જેવા ભૂરા રંગની છાંટ ધરાવતા તારાઓ તો અત્યંત ગરમ હોય છે. તેનું તાપમાન જાણવું છે ? ૨૦,૦૦૦ સી. બોલો, અવાક્ થઇ ગયા ને? આવી છે ભાઇ ભગવાનની દુનિયા.  જો નીચેનું ચિત્ર જુઓ તો તમને આ રંગબેરંગી તારાઓ અને તેના કદનો ખ્યાલ આવશે. એ જોઇને પછી આજે રાત્રે અગાસી ઉપર દૂરબીન લઇને બેસી જાવ. અને જુઓ  રંગબેરંગી તારાઓ.

Comments (0)add comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

busy
आखरी बार संपादन किया गया ( Friday, 25 April 2008 )
 
अगला >
  • Adverstiment
 

Login Form






શુ તમે તમારો પાસવર્ડ્ ભુલી ગયા છો?
શુ તમે હજુ ખાતુ નથી ખોલાવ્યુ? ખાતુ ખોલો